○ જીન્દગી.
● ગોહિલ હેતલ ચૌહાણ
જીન્દગી શિકાયતોનું પોટલું છે.
ક્યારેક આ જોઈએ તો ,
ક્યારેક તે.
ઈચ્છાઓ શમવાનું નામ જ લેતી નથી.
ક્યારેક બંધ પરબીડિયાંમાં બંધાઈને છાનીછપની હ્રદય સુધી પહોંચી
જાય છે;
તો ક્યારેક અમસ્તી અમસ્તી
બારણે ટકોરા મારી ચાલી જાય છે.
જીંદગીને શું છે?
ઈચ્છાઓ ઉત્પન્ન થશે તો જ જીંદગી ની ઈન્ટર્નશીપ શરૂ રહેશે.
કદાચ……ક્યારેક જીંદગીને કહેવાનું મન થઈ જાય છે કે ;
“હે, તુ આ અદમ્ય ઈચ્છાઓથી થાકી નથી જતી ?”
અને
મૃત્યુતો સત્ય છે,
છતાં ,
આવતી કાલની
ઈચ્છા સાથે આપણે નિર્ભિક થઈ ને જીવીએ છીએ.
-- HETAL a Chauhan
https://www.matrubharti.com/bites/111272078