પુરુષ માત્ર એ પચાવી નથી શકતો કે કોઈ સ્ત્રી એના થી વધારે હોશિયાર અને પાવરફુલ હોય ...એના માં સહન કરવાની ક્ષમતા પુરુષ કરતા વધારે હોય ..અને સ્પેશ્યલ જયારે એ તેની જીવન સંગીની હોય ...આ વાત દરેક વખતે મેલ ઈગો પર જ આવે છે..પુરુષ નું પુરુષત્વ શું ઓછું થઇ જતું હશે ...સ્વાભિમાની ,બુદ્ધિશાળી અને ચપળ સ્ત્રી ના સ્ત્રીતત્વ થી..શું એ એનો જ જીવન નો ભાગ નથી?તો શા માટે જયારે સ્ત્રી તમારા પરત્વે પૂર્ણ સમર્પણ દર્શાવી શકે ,તો એક પુરુષ કેમ નહિ ? શા માટે એને એના લીધેલા નિર્ણયો અને કાર્યક્ષમતા પર સંદેહ થયા કરે..? અત્યાર સુધી પુરુષ ના લેવયેલા તમામ નિર્ણયો ને હસતા મોઢે સ્વીકારતી સ્ત્રી ના નિર્ણયો ને હાસ્યાસ્પદ અને તુચ્છ શા માટે ગણવામાં આવે?...એક પુરુષના ખભે ખભો મિલાવતી સ્ત્રી ને સ્વીકારવા માં અને એક હંમેશા નીચી નજરે તમારા થી નીચા સ્થાને બેસતી સ્ત્રી ને જોવા ટેવાયેલ પુરુષ .....હજુ સદીઓ લાગશે...વિચારો બદલાતા...ફક્ત કહેવાથી કે ડોળ કરવાથી તમે એ છુપાવી ના શકો ....તમારો સ્ત્રી ની વધુ બુદ્ધિમત્તા અને સચોટ અભિગમો પરત્વે નો અણગમો જાહેર થઈજ આવે..