#અપશુકનિયાળ #
"હવે તું આને ક્યાંથી લ્યૈ આવ્યો સે? જ્યાં પગ મુકે ત્યાં અપશુકન, અપશુકન અને અપશુકન ?"
"હવે બસ કરોને એમાં એ બચારીનો હુ વાંક સે? વિધાતાએ ભાગ જ ભમરાળા લખ્યાં હોય તેમાં તે હુ કરે?"-"નૈ માબાપના ઘરે સુખ ભાળ્યુ, નૈ હાહરીયે તમે ભાળવા દ્યો.અભાગણી સે."
-"હવે તને બૌ દાજે કાં તારી હગીનું! નણંદ સો નણંદ બૌ ઉપરાણું ન લે. આ તો સે જ સપ્પરપગી."
-"હા, એક તો વાંઝણી ને ઉપરથી અપશુકનિયાળ. "
"એ રમણભાઈ સે કે?"
-"એ આવો, આવો . કા કૈ કામ પડ્યું? "
-" ના ,ના આ તો પેલો ટપાલી ભૂલથી તમારા નામનું કવર મારા ઘરે નાખી ગ્યો તે આપવા આવ્યો તો."
-"નામ સરખા રીયાને તે થાપ ખાઈ ગ્યો. હાલો ત્યારે રામ રામ."
કવર ખોલતાં જ રમણની આંખો પહોળી થઈ ગઈ. રમાના નામે તેના મોટા બાપુએ જમીન,ઘર-ખોરડા,દર-દાગીનો અને રોકડ રકમ મુકતા ગયા હતા. ને સાથે માફી માંગી :"માફ કરજે દિકરી તારા અપશુકનિયાળ બનવામાં મોટો હાથ મારો રહ્યો સે જેની સજા આજે મને મળી ગઈ. તેના પ્રાયચ્શિત માટે આ બધું તારા નામે. જેના માટે મેં બધું ખોયું."
સાચે જ રમા અપશુકનિયાળ જ રહી....
---- હેતલ ગોહિલ ચૌહાણ