🌹🌹*હસતા રહેવું*🌹🌹
જીત પર હસતા રહેવું, હાર પર હસતા રહેવું.
ફૂલોની શય્યા સમજી અંગાર પર હસતા રહેવું.
હોય મુશીબત ! એટલી જિંદાદિલી થી જીવવું,
જો ધરે તલવાર, તો ધાર પર હસતા રહેવું.
કોઈ ના એકરાર કે ઇન્કાર પર હસતા રહેવું.
જે મળે આધાર એના પર હસતા રહેવું.
કોઈ ફૂલ આપે કે પથ્થર તો પણ,
પ્રેમ થી પારસ સમજી હસતા રહેવું.
લોકો જીવ દાટી કબર માં પછી રડતા રહે,
તો કબર ના પ્યાર થી પણ હસતા રહેવું.
નાવ જો મજધાર પર છોડી ચાલી જાય,
એ કિનારે જઈ ડૂબી ને પણ હસતા રહેવું.