સત્ય ઘટના પર આધારિત
માહી નો જન્મ થતા જ તેની જનેતા ચીર યાત્રા પર જતી રહી અને પત્ની ના મૃત્યુ નું દુઃખ સહન ન કરી શકવાથી તેના પિતા પણ એક જ મહિના માં મૃત્યુ પામ્યા. કાકા ના પરિવાર એ એને મોટી કરી અને અઢાર વર્ષે "સારો" મુરાતીયો જોઈને પરણાવી દીધી.
આ સારા મુરતિયા ને જીવ લેણ બીમારી હતી એ વાત તેને અને તેના ઘર વાળા ઓ એ છુપાવી હતી અને લગ્ન ના એક મહિના માજ તે પણ અનંત યાત્રા એ નીકળી ગયો. બસ ત્યાર થી ગામ આખા માં માહી ના #અપશુકનિયાળ હોવાની વાત ફેલાઈ ગયી..
શહેર માં રહેતા ફુઆ કોઈ વાત માં શુકન - અપશુકન માં માને નહીં.. તેમને માહી ને શહેર માં બોલાવીને કોલેજ કરાવી અને માહી પરીક્ષા ઓ આપીને હવે વિદેશ સ્થાયિ થઈ ગઇ છે. તેનો પોતાનો પરિવાર છે અને ફુઆ ને તે પિતા તુલ્ય માને છે.. અને હા.. તેનો પતિ કે બંને બાળકો શુકન - અપશુકન ને માનતા નથી..
#અપશુકનિયાળ