Gujarati Quote in Story by KRUNAL

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈશ્વરનાં ન્યાયની ચક્કી ધીમી જરૂર ચાલે છે, પરંતુ ઘણું બારીક પીસે છે...

એક સત્યઘટનાં. અમદાવાદમાં એક કુટુંબ રહેતું હતું. પતિ-પત્ની અને તેમનાં બે દીકરા. માટાં દીકરાં લયની સગાઈ દીશા સાથે થઈ. ધામધૂમથી સગાઈ કરી. થોડાં મહિનાં પછી લયનો નાનો ભાઈ મીત એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. પરિવાર ઉપર આભ તૂટી પડ્યું. બધાં સગાસંબંધી જાતજાતની વાતો કરવાં લાગ્યાં અને લયનાં મમ્મી સુધાબેનનાં કાને વાત પહોંચી. તેઓ પણ દ્રઢપણે માનવાં લાગ્યાં કે તેમની થનારી વહુ દીશાનાં પગલાં અપશુકનિયાળ છે. એક દિવસ તેમણે દીશાનાં મા-બાપનાં જણાવી દીધું કે તેમનાં તરફથી આ સગાઈ ફોક કરવામાં આવે છે. કોઈ કારણ ના જણાવ્યું.

થોડાં વર્ષો વીતી ગયાં. દીશાની આવી થયેલી બદનામીને કારણ સમાજમાં કોઈ તેની સાથે લગ્ન કરવાં તૈયાર નહોતું. છેવટે તેણે તેનાથી દસ વર્ષ મોટો અને પૈસાટકે જરા પણ સુખી નહીં તેવા રીતેશ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. રીતેશનાં પપ્પા આખી જીંદગી એક clerk તરીકે private company માં ફરજ બજાવી હતી. રીતેશ ની પણ એક private company માં નોકરી હતી. તે તેનાં મમ્મી પપ્પા સાથે અમદાવાદમાં જ એક ફ્લેટમાં ભાડે રહેતો હતો. દીશા પરણીને આવી પછી રસોઈકળાથી તેણે સૌનું મન જીતી લીધું. એક દિવસ તેને વિચાર આવ્યો કે આ કળાને તે કમાવવાનું સાધન બનાવે. તેણે ઘરમાં બધાની આજ્ઞાથી ટીફીન સેવા શરૂ કરી. ધીમે ધીમે ધંધો વધાર્યો અને અત્યારે તે એક હોટલની માલિક છે. અમદાવાદમાં પોતાનાં બે ફ્લેટ અને ગાડી ખરીદ્યા. ઘરને જન્નત બનાવી દીધું તેણે.

લયનાં ઘરનું શું થયું? લયનું લગ્ન એક બહુ જ સરસ રૂપાળી અને “શુકનિયાળ” છોકરી સાથે થયું. તે છોકરી નાં ખર્ચાળ અને કકરાટનાં સ્વભાવથી લયનો ધંધો ડૂબવા લાગ્યો. લાખો રૂપિયાનું દેવું ચડ્યું અને અમદાવાદનો બંગલો પણ વેચી દેવો પડ્યો અને અત્યારે ભાડાનાં ફ્લેટમાં રહે છે.

કોણ કહે છે કે ભગવાનનાં ઘરમાં ન્યાય નથી. તેની ન્યાયચક્કી ઘણી જ ધીમી ચાલે છે. તેનાં ન્યાય માટે વર્ષો સુધી શ્રધ્ધા રાખવી પડે છે. પણ તે સજા કે ન્યાય બહુ બારીકાઈ થી આપે છે. કોઈની સાથે રમેલી રમત કે દુ:ખાવેલું મન કુદરત નથી ભૂલતી. સૌ પોતાનાં કરેલાં ભોગવે છે. કુદરતની અદાલતમાં થયેલો ન્યાય એકદમ સાચો હોય છે. ત્યાં કોઈ કોઈને ખરીદી નથી શકતું. જીંદગીમાં દરેક કર્મ કરતી વખતે યાદ રાખવું કે કુદરત બધું જ જોવે છે. તમારું કર્મ, તમારો ભાવ, તમારું મન. અને તે સૌનો બદલો વાડે છે.

#અપશુકનિયાળ

Gujarati Story by KRUNAL : 111552904
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now