#અપશુકનિયાળ
પ્રશ્ન:
શું બાળક ના જન્મે, માતા મૃત્યુ પામી
તો હતું તે નાનકડું જીવ અપશુકનિયાળ?!
કાળી બિલાડી એ રસ્તો કાપ્યો
તો શું એ નિર્દોષ જીવ અપશુકનિયાળ?!
કોઈક નવા વ્યક્તિ નો પ્રવેશ ને, કંઈક ખરાબ સમાચાર
તો શું એ જિંદગી ના બારણે ઉભેલો જીવ અપશુકનિયાળ?!
ઉત્તર:
દરેક કાર્ય ના સારા-નરસા પાછળ
હોય છે માયા ઈશ્વર ની મોટી
નિમિત્ત હોય છે દરેક વ્યક્તિ વસ્તુ
બાકી લેખની તો એ મુરલીધર જ લખે છે...
-પર્લ મહેતા