કૈક કેટલું તને કેવું તુ,
ખામોશી બસ એક બહાનું હતુ,
દર વખતે તારી પાસે આવીને તને કૈક જણાવવુતુ,
અંતર આપણું થોડું ઘટાડવુતું,
તારું નામ મને કેટલી તાકાત આપે છે,
એ એહસાસ તને જતાવવુતું,
શ્વાસે શ્વાસમાં તને ભરીને,
તુજમાં સમર્પીત થાવું તુ,
નજાને કેવી અદ્રશ્ય દિવાલ ઉભી થઇ છે આપણી વચ્ચે,
આજ એ દિવાલ ને હટવાવુતું,
હજારો અરમાન હાજરો આશાઓ લઈને નીકળી હું તને પામવા,
કેમકે આજ બસ તારીજ બની જવું તુ,
જિંદગી તો આમપણ જીવાતી હતી તારા વગર,
પણ મારે તો તારી સાથે સપ્તપદી નિભાવવુતું.
B+ve