મે તમને જોયા,
મારી આંખોમાં મારા ચા ના પ્યાલાએ તમને જોયા,
ડફોળ ભાન ભૂલી બેઠી ને હાથ પર ઢોળાય ગઈ,
મેં માંડ્યો ચા પર દાવો,
ભાન ભુલી તું ને હાથ દાજયો મારો,
હું ને ચા અમે બે અસીલ,
ચા ની વકીલ તું ને સરકારી મારો વકીલ,
અધૂરાંમાં પૂરું પ્યાલો કે છું હું જજ તમારો,
ગોઠવાય બેંચો,કઢઘરા ને ખુરશી જજ સાહેબ માટે,
ચર્ચા શરૂ થઈ,હું મૂંઝાયો,
મારા ચાની વકીલે પૂછ્યું જજ પ્યાલાને કે બોલાવો ફરિયાદીને કઢઘરા માં,
મને આદેશ મળ્યો,હું ગયો કઢઘરામાં,
પતંગિયાંએ મૂકી દોટ મારા પેટમાં,
એ જાણીને કે હાથ દાજવાનું કારણ જ મને પુછશે કે હાથ દાજ્યો કેમ કરી મારો,
થયો એ જ સવાલ,
મેં આપ્યો જવાબ,
મારી આંખોમાં ચા એ તમને જોયા ને જોઈ ભૂલી ગઈ એ ભાન,એમ કરી દાજ્યો હાથ મારો,
એ થોડી શરમાઈ,ને વળી પૂછ્યો બીજો સવાલ,
ચા માટે ની પળોમાં તમે ધરો છો ધ્યાન બીજે તો ચા નેય એમ થાય કે છે એ કોણ ને ગુસ્સે પણ થાય,
હા હું માનું છું હક પૂરો છે ચા ને ગુસ્સે થવાનો પણ આમ કાંઈ દઝાડીને થોડો કઢાય ગુસ્સો,
ચા એ બધાને અટકાવતા કહ્યું કે મને તો કોઈ પૂછો કે થયું કેમ આવું ?
મારા વકીલે વિનંતી કરી ચાને કઢઘરામાં આવવા,
ચા આવી હૂંફ ભરી વરાળ કાઢતી,
પુછાયું કે થયું કેમ આવું,
ચા એ કહ્યું,"પહેલા તપાસ તો કરો કે કોણ ભુલ્યુતું ભાન,હા હું માનું છું કે તમારી આંખમાં વકીલ સાહીબા ને જોઈ થ્યોતો નશો મનેય થોડોક પણ પણ ભૂલ્યાતા ભાન તમે ને તમારાથી જ ઢોળાય હતી હું"
ને ચા એ મને સંબોધી ને કહ્યું કે,"થોડી તો કરો શરમ વાત તમારા દિલની કરવા કરો છો મને બદનામ આ ખોટા કેસો કરી ને"
જજ પ્યાલા સાહેબ ના ચા સાથે ના સંબંધથી તો વાકીફ જ છીએ તો સીધુ જ છે કે હક મારી તરફેણમાં આપી ને કાય જજ સાહેબ ને એના ઘરે તો ડખા કાંય કરતા નથી.
અંતે મેં સ્વીકાર્યું ને માન્યું કે ભુલ્યો હતો હું ભાન ચા ની વકીલ સાહીબા ને જોઈ ને મારા થી જ ઢોળાઈ હતી ચા,
જજ સાહેબે સજા કરી કે જે કહેવાનું હોઈ તમારે એ વકીલસાહિબા ને કહી ને આગળ વધ્યો તમે આમ મારી ચા પર ખોટા આરોપો નાખી ને અને વળી ચા ના કેસ માં મને જજ બનાવીને અમારા ઘરે ડખા ના કરવો.