શીર્ષક - સપનાં..
રોજ ભીતર માં કૈક વલવલતું લાગે,
નસ નસ માં વેહતો સ્વપ્નાં નો પ્રવાહ,
શ્વાસો ની રફતાર ને વધારી દે,
એવું લાગે કે જાણે ,
આ સપનાંઓ,
મારી શિરા ઓ ચિરી ને ફૂટી નીકળશે,
દરેક ટશર માં ચિત્કાર સંભળાશે,
એ મુક્ત પંખી બની ઉડવા માંગે છે,
પણ... આ જવાબદારી ની બેડીઓ,
મારા સપનાં ઓ ને હમેંશા,
વ્હીલચેર માં બેસાડી રાખે છે...
નેહા પટેલ "નેહ"
વલસાડ