Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સગાવાદ
આજે દરેક ક્ષેત્રે સગાવાદ નો અન્ય લોકો ભોગ બની રહ્યા છે
અને તેમાંથી વિપરીત પરિસ્થિતિનો આપણે સૌ સામનો કરવો પડે છે
તેમાં પણ ઘર કરી ગયેલી વિચારધારાના કારણે શિક્ષણ ક્ષેત્રે જે સગાવાદ ચાલી રહ્યો છે તેનો અંત ખૂબ જ આવશ્યક છે ઘણીખરી સંસ્થાઓમાં આપણે જોઈએ છે કે શિક્ષકનો વ્યાવસાયિક તાલીમ લીધા વગર ના શિક્ષકોને અગ્રસ્થાન આપવામાં આવે છે શું આપણે વિચારી શકીએ છીએ તે કેવી કપરી પરિસ્થિતિ આપણા સમાજ માટે ઉપસ્થિત થશે કારણ કે આપણે જાણીએ છીએ કે એક શિક્ષક જ વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ બની શકે છે પણ જો શિક્ષક તાલીમ બદ્ધ ના હોય તો આપણા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે આપણે ભલે સરકારી શાળાઓમાં ભણ્યા પણ એ શિક્ષકો તાલીમ બદ્ધ હતા જ્યારે અત્યારે તો શાળાઓના કહી શકાય કે રાફળાઓ જ ફાટીયા છે અને તેમાં પણ શિક્ષકો નું શોષણ થતું હોય છે જે આર્થિક રીતે પણ હોઇ શકે અને અન્ય પણ તો આવા શિક્ષકો બાળકોને શું તાલીમ આપશે હવે સમય આવી ગયું છે કે આપણે આપણા બાળકોને સરકારી શાળાઓમાં જ અભ્યાસ કરાવી એ કારણ કે આપણી શિક્ષણ વ્યવસ્થા છે તેમાં સગાવાદ ના કારણે ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે તેનો અંત લાવવા ખૂબ જ જરૂરી છે આપણા માટે જ નહીં પણ આપણી ભાવિ પેઢી માટે પણ.. આમ સગાવાદ ના કારણે દરેક ક્ષેત્રે આપણે સામાન્ય માણસોને જ તેનો ભોગ બનવું પડે છે પણ જો આપણામાં એકતા હશે તો આપણે આ સગાવાદ ની સાંકળને તોડવી જ પડશે નહીં ચલાવી લેવાય હવે સગાવાદ... જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Bindu : 111549259
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now