Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વહેલી સવારમાં શીવાની ઉઠે છે અને રાત્રે પાડોશમાં થી મળેલી ચોકલેટને જે રાત આખી તેણે પોતાના ઓશીકા નીચે છુપાવી હતી તે લઈ અને પોતાના ઘરના રસોડામાં આવેલા પાણીયારા પર બેસાડેલા ગણપતિ દાદાની ધરીને કહે છે કે સોરી ગણપતિ બાપા આ વખતે અમે તમને લાડુ નહીં ધરાવી  શકીએ અને ભોળી શિવાની આટલું બોલતા એની આંખોના દડ દડ આંસુ વહેવા માંડે છે અને અચાનક દાદીના આવવાના પગરવ સાંભળીને ટેબલ પરથી કૂદકો લગાવવા જતા પડી જવાથી હાથ માં વાગી જાય છે પણ દાદી  શકુન્તલાની બીકથી રડી પણ નથી શકતી પણ તેના દાદી તેને બરાડા પાડીને કહે છે કે એક નંબરની ખાવાની ચોર છે તું આખા ઘરની તો ખાઈ ગઈ છો હવે પ્રસાદ ખાવા માટે આવી છો અને શિવાની ધ્રુસકે ધ્રુસકે રડતી કહે છે કે ના હું ભગવાનને પ્રસાદ આપવા માટે આવી હતી પણ દાદીનું સાંભળે તો ને અને શિવાની પોતાના મમ્મી-પપ્પા યાદ આવી જાય છે ત્યારે તેની કોઈ પણ નહીં અને હમેશા પ્રેમથી તેની રાખતા દર વર્ષે ગણેશ ચતુર્થી પર તેની માતા લાડુનો પ્રસાદ ધરાવતી અને શેરીના બાળકોને પણ વહેંચતી આ સંવાદો વચ્ચે જ પાડોશમાં રહેતા જશવંતભાઈ આવીને કહે છે કે શકુંતલાબેન તમારે કચેરી જવું પડશે શિવાની ને લઈને ગયા વર્ષે મૃત્યુ પામેલા તમારા પુત્ર અને પુત્રવધુ જે ગણેશ વિસર્જન વખતે રોડ અકસ્માતનો ભોગ બન્યા હતા તેમના માટે ના પૈસા હવે તમને મળવાની તૈયારીમાં છે... ભોળી શિવાની આ સાંભળીને ખુશ થઈ જાય છે કે‌ હવે ગણપતિ બાપાને લાડુ ધરી શકાશે.....પ્રસાદીના પૈસા...

Gujarati Blog by Bindu : 111548761
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now