સૌ પ્રથમ તો
ગણેશ ચતુર્થી ના પાવન પર્વ ની આપ સહુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
તથા
સંવત્સરી ના પાવન પર્વ ની આપ સહુને હાર્દિક શુભકામનાઓ. 🙏 મિચ્છામી દુક્કડમ 🙏
' દેવતાઓમાં પ્રથમ પૂજ્ય કોણ હોવું જોઇએ ' ના નિર્ણય પર જ્યારે બ્રહ્માજી વિચાર કરી રહ્યા હતા ત્યારે નક્કી કરવામાં આવ્યું કે જે પૃથ્વી ની પ્રદક્ષિણા સૌપ્રથમ પૂરી કરીને આવશે તેને પ્રથમ પૂજ્ય દેવ માનવામાં આવશે. આ પ્રદક્ષિણા માં ગણેશ જી પણ હતા. સહુ કોઇ ગણેશજી અને તેમના વાહન મૂષક ને જોઈને મજાક કરવા લાગ્યા કે ગણેશજી આવી રીતે પ્રદક્ષિણા ક્યાંથી કરશે.
પ્રદક્ષિણા શરૂ થઈ. તમામ દેવતાઓ પોત પોતાના વાહન પર સવાર થઈ ગયા. એક માત્ર ગણેશજી હતા જેઓ તે દેવો ની પાછળ જવા ને બદલે તેમના માતા પિતા પાસે ગયા.
ગણેશજી નાના હતા પરંતુ તેમની પાસે અઢળક જ્ઞાન હતું અને તેમના માટે તેમના માતા પિતા જ સંસાર હતા. આથી ગણેશજી એ તેમના પિતા ભગવાન શંકર અને માતા પાર્વતી ની જ સાત વાર પ્રદક્ષિણા કરી લીધી જેને જોઈને શંકર ભગવાન અને માતા પાર્વતી નું હ્ર્દય ગદગદ થઈ ગયું. અને ગણેશજી આ રીતે પ્રદક્ષિણા ની પ્રતિયોગિતા માં પ્રથમ આવ્યા અને તેમને દેવતાઓમાં પ્રથમ પૂજ્ય નું સ્થાન મળ્યું.
તોહ, જો ભગવાન ગણેશજી ખુદ તેમના માતા પિતા ને પોતાનો સંસાર માને છે તો આપણે સહુ તો વર્ષો થી તેમની દર વર્ષે ભરપૂર આનંદ ઉલ્લાસ થી આરાધના કરીએ છીએ તો હવે એમના જેવા એક આજ્ઞાકારી સંતાન પણ બનવું જોઈએ.
બાકી જીવન ની સમસ્યાઓના નિવારણ માટે ગણેશજી તો છે જ.
#કથા