#કથા
"જો મોટાપાયે કથા રાખીએ તો જમણવાર રાખવો પડે અને બધાની આવભગત કરવામાં જ સમય જાય ભગવાનમાં ધ્યાન જ ના રહે એને બદલે ઘરઘરાવ કથા રાખી લઈએ " જો કે વૈદેહીની આ વાત કોઈએ ન માની અને ધામધૂમથી વૈદેહીના નવા ઘરમાં કથાનું આયોજન થયું. ઉતાવળમાં બધી જ તૈયારીઓ થઈ પણ કેટરીંગથી માંડી બધું જ સરસ રીતે પાર પડ્યું. વરસાદની મોસમ હતી. એણે પણ કથામાં પોતાની હાજરી પુરાવી જ દીધી. કથાને યાદગાર જો બનાવવાની હતી. એ પણ એક સામટો ૩ ઈંચ ખાબક્યો. મહેમાનો પલળતા પલળતા ઘરે ગયા. વૈદેહીને હજી પણ ફોન આવે ત્યારે લોકો એક જ વાત કહે છે, " તમારે ઘેર કથા વખતે કેવું થયું હતું નહી ?"