Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt. 21.8.20. શુક્રવાર.
*આજ નો મંત્ર *
V: વિજ્ઞાન સાથે તાલ મેલ સાધો.
વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકાર નું જ્ઞાન. જેમાંથી નિયમો - સિધ્ધાંતો તારવી શકાય અને કાર્ય કારણ નો સબંધ સ્થાપી શકાય. વિજ્ઞાન ના બે ક્ષેત્ર છે.
1.નૈસર્ગીક વિજ્ઞાન. 2.સામાજીક વિજ્ઞાન.
નૈસર્ગીક વિજ્ઞાન માં : ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, જીવ શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર, ભુસ્તર શાસ્ત્ર વિગેરે આવે.
સામાજીક વિજ્ઞાન માં :અર્થ શાસ્ત્ર, સમાજ શાસ્ત્ર, રાજ્ય શાસ્ત્ર, માનવ શાસ્ત્ર વિગેરે આવે.
વિજ્ઞાન દ્વારા થયેલી શોધો માનવ જીવન ના વિકાસ માટે ની ઉપલબ્ધી છે. શોધો કરનાર વૈજ્ઞાનિકો નો આભાર માની એ તેટલો ઓછો છે. ઈલેકટ્રીસિટી ની શોધે સમગ્ર માનવ જીવન બદલી કાઢ્યુ છે. માત્ર, વિચાર કરો ઈલેકટ્રીક ની શોધ ના થઈ હોત તો?
હંમેશા એક પ્રશ્ન ઉભો થાય છે.. વિજ્ઞાન એ માનવ જીવન માટે આશીર્વાદ કે અભિશાપ? જો વિજ્ઞાન નો ઉપયોગ માનવ માત્ર - જીવ માત્ર ના વિકાસ માટે કરવા માં આવે તો આશીર્વાદ. જો વિજ્ઞાન નો ઉપયોગ માનવ જીવન ના સંહાર માટે - વિનાશ માટે કરવા માં આવે તો તે અભિશાપ બને છે.
આજે વિકાસ ની હરણફાળ ભરી રહેલી
દુનિયા માં માનવે પોતાનું અસ્તિત્વ ટકાવા વિજ્ઞાન જોડે તાલ - મેલ સાધવોજ પડશે. કોમ્પ્યુટર - મોબાઈલ - તંદુરસ્તી ના સાધનો - સગવડ ભર્યા ઈલેકટ્રીક સાધનો નું જ્ઞાન અને ઉપયોગ કરતા શીખવુજ પડશે. વિજ્ઞાન જોડે તાલ મેલ સાધી માનવ જીવન ના વિકાસ માં સહયોગ સાધવો પડશે.

*The Most important thing in science is not so much to obtain new fact as to discover new ways of thinking about them*

*I can not teach anybody anything, I can only make them think*

જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ મધ્યાન.

🙏🌹 કલ્પેશ ત્રિવેદી 🌹🙏

Gujarati Thought by Kalpesh Trivedi : 111547852
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now