Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ભોળો

ભોળાને પોતાના પ્રમાણમાં સારી છોકરી મળેલી. છોકરી સંસ્કારી પણ હતી. સમય જતાં ભોળાને ઘેર દીકરાનો જન્મ થયો. પણ ખબર નહી કેમ થોડો સમય જતાં ભોળાની પત્નીએ આત્મહત્યા કરી લીધેલી. પછીથી ખબર પડી કે સંયુક્ત કુટુંબમાં ભોળો હંમેશા માં-બાપની સેવામાં રચ્યો પચ્યો રહેતો આથી ભોળાની પત્ની એકલતા અનુભવતી અને તેણે આ ઉતાવળું પગલું લીધું. પછી તો ભોળાના અનુક્રમે બે વાર લગ્ન થયેલા. ભોળાને ખેતીવાડી સારી હતી. આથી ભોળાને પૈસે ટકે ખંખેરીને બંને પત્ની ચાલી ગયેલી. ના ભોળાને પત્ની મળી કે ના ભોળાના દીકરાને માં. કહે છે કે ભોળાનાતો ભગવાન હોય છે. ભોળો પણ હવે ભગવાનને શોધે છે.

Gujarati Story by Vihad Raval : 111547437
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now