થાશે એ બધું સઘળું,
તમારું જે લખાયું છે,
ના અફસોસ કરશોએ,
પહેલાથી ભખાયું છે.
આપે ભાગ્ય જ્યારે,
જેટલું બસ એટલું પામો,
લાગે ભૂખ તો યે ક્યાં ,
વળી ચપટી ચખાયું છે?
આવે દોડતું સામે,
કદી સપને વિચાર્યું હો,
લો આનંદ એનો કેમકે,
તારું રખાયું છે.
છે આકાશ નો વિસ્તાર,
સમજ બહારની વાતો ,
સૂરજ તારલા ને ચંદ્ર,
કોનાથી નખાયું છે?
ગૌરાંગત્રિવેદી 'ઢ
19.8.20
ગોંડલ