Dt.20.8.20. ગુરુવાર.
*આજ નો મંત્ર *
V: વિનય પૂર્વક વર્તવુ.
'વિદ્યા વિનય થી શોભે છે'
જે વ્યક્તિ પોતાના જ્ઞાન અને કૌશલ્ય ને અહંકાર રહીત થઈ વિનય પૂર્વક વહેંચતો રહે છે, તે વધુ મિત્રો અને વધુ પ્રસંશા પ્રાપ્ત કરે છે. ગમે તેટલુ ભણતર, હોદો,માલ, મિલકત હશે પણ જો વિનય નહી હોય તો તે ગમે ત્યારે તે કોડી નું થઈ જશે.
બાળકો ને બોલવા માં આવતા ખોટા શબ્દો (ડફોળ, બુદ્ધિ વગર ના, કામચોર, તને કશુ આવડે જ નહી.. )બાળક માં લઘુતાગ્રન્થી, નિરાશા, આત્મવિશ્વાસ નો અભાવ, ડિપ્રેસન, ડર વિગેરે ઉભો કરે છે. બાળક ને તેના કાર્ય માં કરેલી ભૂલ ને પ્રેમ થી અને વિનય પૂર્વક સમજાવા માં આવે તો કામ પ્રત્યે લગાવ અને ઉત્સાહ ઉભો થાય છે.
આજ ના યુગ માં મોટર ગાડી બંગલા જોઈ ને વ્યક્તિ ને સન્માન આપવા માં આવે છે. સામાન્ય દેખાતા વ્યક્તિ જોડે વિનય પૂર્વક નું વર્તન કરવા માં આવતુ નથી. કોઈપણ વ્યક્તિ નો પહેરવેશ કે દેખાવ તેની પહેચાન નથી. તેનુ વ્યક્તિત્વ અને ઈમાનદારી તેની પહેચાન છે. સામાન્ય લાગતા ઘણા કરોડોપતી વ્યક્તિ ને હું ઓળખુ છુ. લારી વાળા કે રીક્ષા ચલાવા વાળા, નોકરી કરવા વાળા પણ પૈસા પાત્ર હોઈ શકે છે. માટે દરેક વ્યક્તિ જોડે - માણસ જોડે વિનય પૂર્વક વર્તો.
દરેક સમયે દરેક માણસ ની અપેક્ષા આપણે પુરી કરી શકતા નથી.ત્યારે તેને ખોટા વચનો અને વિશ્વાસ આપવા ની જગ્યા એ વિનયપુર્વક ના કહો.એક વાર ખોટુ લાગશે પરંતુ વિશ્વાસ ટકેલો રહેશે.
*Pride is concerned with who is right and Humility is concerned with what is right*
*Knowledge [ Vidya ] Adorns with Humility*
જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏