Gujarati Quote in Blog by Parmar Vanrajsinh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*તું છે તો જ જિંદગી છે.....*

એક પતિ-પત્નીની સાવ સાચી વાત છે. કોલેજમાં હતાં ત્યારે બંનેને પ્રેમ થયો. બંને શરૂશરૂમાં તો સરસ રીતે જીવતાં હતાં. બાદમાં બંને પોતપોતાનાં કામમાં બિઝી થતાં ગયાં. ધીમે ધીમે વાતો કરવાનું પણ ઓછું થઇ ગયું.

પત્નીને આ વાત સમજાઇ. તેણે કામ ઓછું કરી નાખ્યું. પતિને સમય આપવાનું નક્કી કર્યું. એને તો સમય આપવો હતો, પણ પતિ પાસેય સમય હોવો જોઇએ ને!

સમય પણ ખાલી આપવાથી મેળ નથી પડતો, સામેથી પણ સમય મળવો જોઇએ. પતિ સમય આપતો નહોતો.

એક દિવસ પત્નીએ બહુ શાંતિથી ડિવોર્સની માંગણી કરી. બંને ઝઘડે એવા હતાં નહીં. વાતચીત પછી બંનેના ડિવોર્સ થઇ ગયા.

છએક મહિના પછી એક દિવસ પતિ તેની પત્નીને મળવા ગયો, 'તું ગઇ એ પછી થોડો સમય એવું લાગતું હતું કે ભલે ગઇ. હવે હું શાંતિથી કામ કરી શકીશ પણ્ થોડા દિવસમાં જ મને એવું લાગવા માંડ્યું કે, હું ખોટો હતો:

'ઘરે જાઉં ત્યારે મહારાજે ટેબલ પર જમવાનું ગોઠવી રાખ્યું હોય પણ કોઇ આગ્રહ કરીને ખવડાવનારું નથી, 'જો આ મેં બનાવ્યું છે. ચાખ તો, કેવું છે?' એવો સવાલ કરનારું નથી. ઘરે આવીને ઓફિસની વાત કરવાનું મન થાય છે, પણ કોની સાથે વાત કરું? સાચું કહું, આજે મને પ્રમોશન મળ્યું. અગાઉ જ્યારે પ્રમોશન મળ્યું ત્યારે દોડીને ઘરે આવ્યો હતો અને તને વળગીને આ ન્યૂઝ આપ્યા હતા. આપણે મારું પ્રમોશન સેલિબ્રેટ કર્યું હતું. આજે ઘરે જઇને હું રડ્યો હતો. એ પછી સમજાયું કે, જિંદગીનો ખરો મતલબ તું છે!'

'તું હતી ત્યારે મને કંઇ સમજાતું જ નહોતું. તું નથી તો હવે બધું સમજાય છે.’

આપણે સૌ જ્યારે કંઇક છૂટી જાય ત્યારે જ કેમ ભાનમાં આવતાં હોઇએ છીએ?

હોય છે એને આપણે કેમ ઇમ્પોર્ટન્સ આપતાં નથી?

આપણી સાથે જે હોય છે એ માત્ર આપણી સાથે જ નથી હોતા! આપણા માટે જીવતા પણ હોય છે. આપણને છીંક આવે ને ખમ્મા કહેવાવાળા કોઇ હોય એનાથી બહુ મોટો ફેર પડતો હોય છે! ઉધરસ ચડે ત્યારે દોડીને પાણી લઇ આવનાર આપણી જિંદગીની તરસને બુઝાવતાં હોય છે.

આવું થાય ત્યારે કોઇ ન હોય તો આપણે કંઇ મરી નથી જવાનાં પણ એ હોય તો જીવી જવાનાં છીએ એ વાત નક્કી હોય છે!

તમારી વ્યક્તિને પ્રેમ કરો, સાથોસાથ એટલું યાદ રાખજો કે સંપૂર્ણ હોય એવી અપેક્ષા ન રાખશો, કંઇક તો ખામી હોવાની જ છે. સંપૂર્ણ તો આપણે પણ ક્યાં છીએ? આપણે સંપૂર્ણ નથી, તો પણ એ આપણને પ્રેમ કરે જ છે ને?

*છેલ્લો સીન :*
ક્યારેક સંબંધને આપણે એ હદે બગડવા દઇએ છીએ કે, એ વ્યક્તિ યાદ આવતી હોય અને આપણે એને કહી પણ નથી શકતાં કે, તું બહુ યાદ આવે છે!

❤️😍🥰🥰🥰😅😇😍😍😍😍

Gujarati Blog by Parmar Vanrajsinh : 111544429
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now