Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ યુગ નાં માનવી પર કટાક્ષ કરેલા છે તે આ કવિતા માં વાચશો.છતાં કોઈ નું દિલ દુભાતું હોય તો ક્ષમા માંગુ છું.

મહાવીર પ્રભુ
__________

ફરી જન્મ લેવા નું વિચારતો હોય તો ,કુખ તુજ ને મળી જશે, પણ ' ત્રિશલા ' જેવી માતા ફરી તને મળશે નહી.

હજારો સપના જોતી માતા આ જગત માં મળી જશે,પણ એ જ ચૌદ સપના ઓ તેને દેખાશે નહી.

સૂવા ડનલોપ નાં ગાદલા - ગોદડા
તુજ ને મળી જશે, પણ એ હીર નાં હિંડોળા તુજ ને મળશે નહી.

ફિલ્મી ગીતો બધા સાંભળવા મળશે તને,
પણ એ માત નાં હાલરડાં તને મળશે નહી.

મોબાઈલ માં વોટશોપ પર ચેટિંગ કરનારા દોસ્તો મળી જશે ઘણા , પણ ગિલ્લી દંડા રમનારા હવે મળશે નહી.

ઉપાશ્રય હજારો મળી જશે તને,પણ તપ કરવા વન - જંગલ હવે મળશે નહી.

માર્ગ માં વિષ દંશ મારતાં લાખો માનવી મળી જશે તને,પણ તુજ દેશના થી બુઝતો
એ ચંડકોષિયો નાગ ફરી મળશે નહિ.

એ સર્પ નાં વિષ થી દૂધ ની ધારા વહેશે ઘણી,પણ આ માનવો ની વિષ ની બોલી ના ડાઘ તુજ હ્રુદય થી લુછાસે નહી.

અનુયાયી ઓ હજારો મળી જશે તને પણ
ગૌતમ જેવો શિષ્ય આ જગ મા મળશે નહી.

વર્ષી તપ ના સંગાથી ઓ હજારો મળી જશે,પણ પારણા માટે ચંદન બાળા ફરી મળશે નહી.

કાન માં ખીલા મારનારા હજારો કષાય મળી જશે તને પણ પશ્ચાતાપ થી મોક્ષ પામનાર હવે મળશે નહી.

તારી મૂર્તી પૂજનારા કરોડો આ જગ મા મળી જશે,પણ સાક્ષાત મહાવીર નજર સામે હશે તો માનવી ને ફાવશે નહી.

ચડેલા ફૂલો ની સુગંધ તુજ ને મળશે ઘણી પણ માનવી ની સુવાસ હવે તુજ ને મળશે નહી.

Gujarati Poem by Jayvant Bagadia : 111544165

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now