તનને નવરાશ મળે છે પણ મન નવરું કયાં પડે છે?
હાશ! કરી બેઠા જ્યાં પળ બે પળ ત્વરિત ગતિએ દોડે છે.
અકારણ કેટલોય બોજ વેંઢારે છે, સંઘરેલા પા'ણા વીંઝે છે.
કો'ક મનગમતા માળવે પહોંચાડી, સૂકાયેલાં ફુલ સૂંઘાડે છે.
તો કયારેક 'નખ્ખોદ વાળી' કહેવત સાચી ઠેરવે છે.
-- વર્ષા શાહ
#નવરાશ