#વારસો
આઝાદ ભારત વારસા માં આપ્યું,
મુક્ત ભારત માં શ્વાશ લેવાનું,
આ મહાપુરુષોએ શીખવ્યું,
પરિસ્થિતિ ગમે તેવી કઠિન હોય
માંથું કપાવવું પડે ભલે પણ
ઝુકાવશું નહિ એવો મજબૂત,
ઇરાદો કરી કેમ લડવું એ શીખવ્યું.
આટલો ભવ્ય વારસો આ લડવૈયાઓ એ,
ભારત માતા ના સંતાનો ને આપ્યો,
હવે આપણે એ વારસા ને સાચવીએ,
ત્યારે, તેમના આત્મા ને સંતૃપ્ત કર્યો ગણાય!!