આજનાં આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બધાને એક જ પાર્થના કે આપણાં ભારતનાં આ ભવ્ય વારસાને સાચવી રાખવાની જવાબદારી ઉઠાવી લો.
ભારતની સંસ્કૃતિ આખાય વિશ્વમાં સૌથી અનોખી છે. ભારતની રીતભાત અને પરંપરાઓનાં હંમેશા વખાણ થતા રહ્યાં છે. ભારતમાં આવેલ અનેક ઈમારતો અને તેની કોતરણી આખી દુનિયાને આકર્ષે છે. આ વારસાની જાળવણી જો અત્યારની પેઢી ન કરશે તો ભવિષ્યની પેઢી ક્યારેય પણ એ જોઈ ન શકે.
વારસાની જાળવણી એ માત્ર સરકારની જ ફરજ નથી, દેશનાં નાગરિક તરીકે આ વારસો જાળવવાની આપણી પણ ફરજ છે. ભલે આપણે કદાચ આર્થિક રીતે એટલા સક્ષમ ન હોઈએ પરંતુ એટલી તો મર્યાદા રાખીએ ને કે જ્યારે પણ ભારતનાં આ ભવ્ય વારસા રૂપી જાહેર સ્થળોની જ્યારે મુલાકત લઈએ ત્યારે ત્યાં ગંદકી ન કરીએ, કચરો ત્યાં મુકેલી કચરાપેટીમાં જ નાંખીએ, કોઈ પાન મસાલા ખાઈને એની પિચકારી જયાં ત્યાં ન મારીએ. જેવું આપણે કરીશું એવું જ આપણને જોઈને આપણાં સંતાનો પણ કરશે.
જો આપણે આપણો વારસો સાચવીશું તો આવનારી પેઢી પણ સાચવશે, નહીં તો આ વારસો આવનારી પેઢી જોઈ પણ નહીં શકે.
🙏
#વારસો