ના જાણે કોણ લૂંટી ગયુ મારો વારસો?
અહિંસા અને સત્ય અંહી ભરેબજાર વેચાય છે
સોપારી અંહી મુખવાસ ની જેમ અપાય છે
વસુધૈવકુટુંબકમ છોડી કુટુંબી જ હલાલ થાય છે
માતપિતાનો વારસો લઇ વૃદ્ધાશ્રમ મોકલાય છે
સ્વછતા માં પ્રભુ નો વાસ છે,
એટલેજ તો ચારે તરફ ગંદકી દેખાય છે,
દીન દુખિયા ની સેવા કરવી
તો "મુજથી ગરીબ કોણ"પૂછાય છે
વડીલોને આદર નાનાઓને પ્રેમ,
એતો બસ છણકા માં છલકાય છે
ના જાણે કોણ લૂંટી ગયુ મારો વારસો ?
#વારસો