Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક માણસ ને જાણવાના બે રસ્તા છે...
એક , એના અત્યાર ના કાર્યો પરથી તેમનું ભુતકાળ જાણવું અને બીજો એના ભુતકાળ ને જાણી તેમનું વર્તમાન નક્કી કરવું.
સરળ છે બીજો રસ્તો..
કારણ કે આપણને અનાયાસે દરેક કાર્ય નો પાયો ખબર પડી જાય છે,પણ એનો ઉપાય શું જેનો આપણને માત્ર પુસ્તકો માં જ ખ્યાલ મળે છે.માટે જ પુરાણોમાં ઘણી વ્યક્તિઓ ને પહેલાં રસ્તા મુજબ વર્ણવ્યા છે કારણ કે ઘણા ખરા નો ભુતકાળ અલભ્ય હતો.
દા.ત. કહેવાય છે કે શંકરાચાર્ય જ્યારે જન્મ્યા હતા ત્યારે તેમના મોં માં દાંત હતા,જરથુષ્ટ્ર જન્મ્યા ત્યારે રડવા ને બદલે હસ્યા હતા,લાઓત્સે જન્મ્યા ત્યારે ઘરડા હતા વગેરે.
આનો ખરો અર્થ એ છે કે એ લોકો ના વર્તમાન કે સાહિત્યિક કાર્યો પરથી એ ફલિત થતું હતું કે આ લોકો માં જન્મ સમયે જ એક પુર્ણ વ્યક્તિ જેવી પ્રતિભા હતી.કારણ કે કોઈ સારા બીજ વગર આવી પ્રતિભાવાન વ્યક્તિ શક્ય નથી.ઉદાહરણ તરીકે જરથુષ્ટ્ર નો ધર્મ જ એક એવો ધર્મ છે જે રોતલ નથી , એ કહેતા કે જે ઈશ્વર ને હાસ્ય થી જ પામી શકાય છે તેમને રડી ને કેમ આત્મસાત કરવા જોઈએ.તમે જ જોશો કે કોઈ પણ પારસી તમને આત્મીય રીતે ક્યારેય ગરીબડો નહીં દેખાય.

Gujarati Thought by Jay Vora : 111541512
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now