પર્યુષણ પર્વ ની પૂર્વ સંધ્યા એ
_____________________
પર્યુષણ પર્વ ની પૂર્વ સંધ્યા એ,તું પાપો નું શ્રાદ્ધ કરી લેજે,
પશ્ચાતાપ નાં પાણી થી તું તુજ જીવતર ને સાફ કરી લેજે.
ધર્મ ક્રિયા ઓ થકી તું એક ચિનગારી હ્રુદય ને ધરી દેજે,
ફરી ના ઉગે પાપ એમાં, એવું હ્રુદય નું ખાતર સળગાવી લેજે,
સુખ માં દુઃખ ભર્યું છે કે દુઃખ માં સુખ એ બરાબર સમજી લેજે,
આ સુખ દુઃખ નાં જાળા માંથી જીવન ને બહાર કરી લેજે,
' જયવંત ' જીવન મળ્યું છે તો જીવન જ્યોત થી રોશની ફેલાવી લેજે,
મૃત્યુ ની શૈયા ઉપર થી, મહેક ની ફોરમ જીવન ની ફેલાવી દેજે.