Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt. 14.8.20.       શુક્રવાર 

*આજ નો મંત્ર*V:વિદ્યા :

  "વિદ્યા વિનય થી શોભે "

          વિદ્યા - જ્ઞાન  અને શિક્ષણ. ત્રણેય સામાન અર્થી શબ્દો છે. દરેક નો અર્થ જુદી જુદી જગ્યા એ જુદો જુદો થાય છે. પ્રાચીન સમય માં અસ્ત્ર વિદ્યા - શસ્ત્ર વિદ્યા વિગેરે. બ્રહ્મજ્ઞાન - આધ્યાત્મ જ્ઞાન - આત્મ જ્ઞાન વિગેરે. આર્ટ્સ -કોમર્સ -સાયન્સ -એન્જિનિયર - મેડિકલ વિગેરે શિક્ષણ. અંતે તો અજ્ઞાનરૂપી અંધકાર માંથી જીવન જીવવા જ્ઞાન નો પ્રકાશ પાથરી આપે તે વિદ્યા -જ્ઞાન અને શિક્ષણ. માટે જીવન માં 2 જાત ના શિક્ષણ જરૂરી છે. 1.વ્યવસાય લક્ષી શિક્ષણ 2.વ્યહવાર લક્ષી શિક્ષણ. 

             વ્યવસાય લક્ષી શિક્ષણ થી જીવનનિર્વાહ પ્રાપ્ત થાય છે અને સુખી સંપન્નતા પ્રાપ્ત થાય છે. જો સારુ શિક્ષણ પ્રાપ્ત કર્યુ હોય તો તેનો ઉપયોગ કોઈ નું અપમાન કરવા કે બીજા ને નીચા બતાવા ના કરવો જોઈએ.  તમારા માં રહેલી મૌલિકતા ના આધારે પ્રગતિ ના શિખરો અને સફળતા ના શિખરો હાંસલ કરવા કરવો જોઈએ. 

              વ્યહવાર લક્ષી શિક્ષણ કુટુંબ માં માતા પિતા, દાદા દાદી અને વડીલો જોડે થી પ્રાપ્ત થાય છે. ભણતર થી પ્રાપ્ત થયેલ શિક્ષણ નો સદુપયોગ, બીજા ને માન સન્માન કેવી રીતે આપવુ, વ્યહવાર કુશળતા થી પ્રશ્નો કેવી રીતે હલ કરવા તે  વ્યહવાર લક્ષી શિક્ષણ શીખવાડે છે. જેને આપણે સંસ્કાર કહી એ છે. 

              વિદ્યા - શિક્ષણ કેળવણી ખુબજ જરૂરી છે. જે સમાજ ને દેશ ને સારા નાગરિકો આપે છે અને તે પ્રાપ્ત કરનાર વ્યક્તિ ને સારૂ ચારિત્ર્ય, સુખ - શાંતિ અને સફળતા આપે છે. 

*Learning is not the product of teaching...Learning is the product of the activity of learners*


જય ગુરુદેવ. 

જય શ્રી કૃષ્ણ. 

શુભ પ્રભાત. 


🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏

Gujarati Thought by Kalpesh Trivedi : 111540920
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now