જય શ્રી કૃષ્ણ......એક અરજી
કાળ આવ્યો છે આ કપરો, કાન હવે તો કાંઈક કરો
ફાવતી કોઈ કારીગીરી કોઈ, કાન હવે તો કાંઈક કરો
સમય થયો છે આ અવળો, કાન હવે તો કાંઈક કરો
ફફળે છે આ કાળજા કુણા, કાન હવે તો કાંઈક કરો
સાગરય થઈ ગયો છે ખાલી, કાન હવે તો કાંઈક કરો
ઘરમાં વધી નથી એકેય પાલી, કાન હવે તો કાંઈક કરો
કંસોની વધી રહી છે સંખ્યા, કાન હવે તો કાંઈક કરો
જન્મ્યા છે જરાસંઘો નવા, કાન હવે તો કાંઈક કરો
ગોકુળ તો ગોત્યું જડતું નથી, કાન હવે તો
કાંઈક કરો
ભુલાયો છે મારગ દ્વારકાનો, કાન હવે તો કાંઈક કરો
કરો કાંઈક એવું કે યુગ આવે જરા જુદો,
થાય નહીં મહાભારત બીજું ને રામનું આવે રાજ્ય પાછું
જે.ડી.ગઢવી