Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt. 13.8.20 ગુરુવાર
*આજ નો મંત્ર *
"વાંચન "
::વ્યક્તિ હંમેશા પોતાની જરૂરિયાત ને અનુલક્ષી સવારે વર્તમાન પત્ર (છાપુ ), વિદ્યાર્થી ભણતર ના પુસ્તક નું, ધાર્મિક સંસ્થાઓ માં ધર્મ ના પુસ્તકો નું.. વિગેરે રીતે વાંચન કરે છે. માટે વાંચન માં 1.માહિતી લક્ષી વાંચન 2.હેતુ લક્ષી વાંચન 3.વિવેચાત્મક વાંચન 4.સર્જનાત્મક વાંચન જેવા પ્રકાર પાડી શકાય.
" સ્વાધ્યાયો પરમો ધર્મ" આ ન્યાયે પોતાના અજ્ઞાન રૂપી અંધકાર ને જ્ઞાન રૂપી પ્રકાશ માં પરિવર્તીત કરવા સારા પુસ્તકો નું વાંચન કરતા રહેવુ જોઈએ.
સારા પુસ્તકો ના વાંચન થી વ્યક્તિ નું વ્યક્તિત્વ બદલાય છે. તેના માં શબ્દો ની તાકાત આવે છે. તે તેને ઉજ્જવળ બનાવે છે અને સાત્વિક આનંદ પણ આપે છે.વાંચન થી વ્યક્તિ માં ધીરતા અને સ્થિરતા આવે છે. તેનો જીવન પ્રત્યે નો અભિગમ બદલાય છે. એક નવો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે. જેના કારણે આવતી મુશ્કેલી કે પ્રશ્ન નું સમાધાન લાગણી ના આવેશ માં આવી ને નહી, પરંતુ ઉંડુ મનન અને ચિંતન કરી ને લઈ શકે છે.
પહેલા ના સમય માં બાળકો ને ભણતર સાથે ગણતર આપવા નાનપણ થી બાળવાર્તા વિક્રમ - વેતાલ, છકો - મકો, જોડકણા, બાળગીતો વિગેરે વાંચવા નો શોખ જાગૃત કરવા માં આવતો હતો . તેના કારણે બાળપણ થીજ વાંચન અને સાહિત્ય પ્રત્યે રુચિ ઉભી થતી હતી.
સારા પુસ્તકો નું વાંચન ચારિત્ર્ય ઘડતર, સબંધો સુધારવા અને જીવન માં ક્રાંતિ લાવવા નું કામ કરી શકે છે. માટે બાળકો ને નાનપણ થી વાંચન ની પ્રત્યે રુચિ ઉભી કરાવી એ.. આપણે જયારે બહાર યાત્રા - પ્રવાસે હોઈ એ ત્યારે એક પુસ્તક હંમેશા વાંચવા સાથે રાખી એ. ઘર માં સારા પુસ્તકો નું કલેકશન કરી લાઈબ્રેરી બનાવી એ.
*Today a Reader.....Tomorrow a Leader*

*Reading is to the mind what exercise is to the body*

જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.

🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏

Gujarati Thought by Kalpesh Trivedi : 111539882
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now