પ્રેમ ની જ્યાં વાત હોય ત્યાં રાધાકૃષ્ણ ક્યાં ભુલાય છે ?
રાધાકૃષ્ણ ની વાત જ અનોખી, બંને છે અનહદ પ્રેમની મૂર્તિ .
રાધા વિના કૃષ્ણ અધૂરા ને કૃષ્ણ વિના રાધા અધૂરી,
બંને છે હંમેશા સાથે દૂર હોવા છતા , રહે છે એકબીજાના મન પાસે,
માથે સજે છે મોરપંખ , અનોખો છે બંનેનો સંગ ,
શિખવાડે છે પ્રેમની પરિભાષા અને એકબીજામાં જીવતા,
વાત જ ન થાય એ પ્રેમની જ્યાં ન સ્વાથૅ હોય કે ના ઈનકાર હોય,
બંનેની પ્રીત જ અનોખી , બંને ની પ્રીત માત્ર એકબીજાને જ
શોધતી.
જય શ્રી રાધાકૃષ્ણ
_Dhanni