*I!I HappY JanmaShTaMi I!I*
ભારતવર્ષના કવિ-કુલ-શિરો-મણી મહાકવિ કાલિદાસે તેમના મહાકાવ્ય “અભિજ્ઞાન-શાંકુતલમ”માં ભારતીય-પ્રજાની તહેવારો અને ઉત્સવો અંગેની તાસીર વર્ણવેલ છે કે “ભારતીય પ્રજા ઉત્સવપ્રિય પ્રજા છે.” માનવીના રૂટીન વ્યવહારમાં તહેવારો અને ઉત્સવોની સાચી ઉજવણી એ “ટોનિક”નું કામ કરે છે. આજ રોજ સમગ્ર ભારતવર્ષના આબાલવ્રુધ્ધ, ભગવાન શ્રીક્રુષ્ણ - કાળીયા ઠાકરનો પ્રાગ્ટય દિન / જન્મોત્સવ એટલે કે “જન્માષ્ટમી”ની સંપૂર્ણ દિવ્યતા અને ભવ્યતા સાથે ઉજવણી કરે છે.
**વૈશ્વિક શુભ-મંગલની આત્મીય અભ્યર્થના સાથે, *“જન્માષ્ટમી-પર્વ” નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ...*🙏🙂🌹