કૃષ્ણ તને એક વાત કઉ કોઈને કે’તો નઇ
મન હોય તો આવજે પણ ગીતા કે’તો નઇ
આયા તો બધા ઘણું-બધુ સમજીને બેઠા છે
તો હવે સમજેલા ને કાંઈ સમજાવતો નઇ
માખણ ચોરજે પણ ગોપીઓને છેડતો નઇ
હૈયામાં ભલે પ્રેમ હોય પણ ઉભરાવતો નઇ
સૂરની કોઇને સમજણ નથી એટલે જ કહું કે
વાસળી ભલે લાવે પણ એને વગાડતો નઇ
કોઇની ભીતરનાં દુ:ખડાઓ જાંકીને જોતો નઇ
દ્રૌપદી તો ઘણી જોવા મળશે પણ રોતો નઇ
વસ્ત્રોની પરિભાષા થોડી જુદી છે એટલે કહું કે
જાણ્યા સમજ્યા વગર જ ચીર પૂરી દેતો નઇ
મિત્રો તો હશે પણ બધાને સુદામા માનતો નઇ
વિચારો ભલે સાચા હોય પણ બોલી દેતો નઇ
આજનાં અર્જુનો થોડા ચાલક છે એટલે કહું કે
જે પૂછે એનો સીધો જ જવાબ દઇ દે’તો નઇ
- જયુ