વર્ષાઋતુની મારી સૌથી પ્રિય ઘટના એટલે,
' વર્ષારાણીની વાંછટનું વાત્સલ્ય '
એને હાથતાળી આપવાનો ગમે તેટલો પ્રયત્ન કરો,
એનાં મસ્તીભર્યા પ્રેમથી એ ભીંજવી તો જાય જ !
ઉમદા કવિ, લેખક, શાયર, ગઝલકારનું પણ એવુંજ છે.
વ્યક્તિને સાહિત્ય સાથે ભલે ને ઘરોબો ન હોય,
એમનાં સર્જનથી વ્યક્તિને ભીંજવી તરબતર તો કરે, કરે ને કરે જ...!
- પંકિલ દેસાઈ