આમતો જીવનમાં જીવન સાથે હરેક ક્ષણે તકરાર થાય છે,
છોડીદે છે પુરી દુનિયા ત્યારે, ખુદ સાથે ખુદને પ્યાર થાય છે.
આગળ વધતું ગયું છે જગત, આવી અનેક પદ્ધતિ અહીંયા,
મૃત થતી માનવતાનો આધુનિકતામાં ક્યાં ઉપચાર થાય છે.
એક પરમ પિતાના છે તમામ સંતાનો આ દુનિયામાં રહેતા,
માનવ છે એક સ્વાર્થી પ્રાણી, સ્વાર્થ ખાતર સંહાર થાય છે.
મનોજ સંતોકી માનસ