Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt. 9.8.20 રવિવાર
*આજ નો મંત્ર*
જન્મ થી મૃત્યુ સુધી આપણે અનેક પાત્ર ભજવવા ના આવે છે. જન્મ લીધો ત્યારે આપણી કોઈ પસંદગી નહોતી. મૃત્યુ પણ ક્યાં.. ક્યારે.. કેવી રીતે થશે ખબર નથી. માત્ર જીવન માં આપણે કેવી રીતે જીવવુ તે આપણી પસંદગી છે.
આપણે જન્મ્યા ત્યારે આપણે રોતા તા કુટુંબીજનો અને સબંધી હસતા તા. આપણા મૃત્યુ સમયે આપણી જીંદગી જીવ્યા નો સંતોષ અને મુખ ઉપર હાસ્ય હોય અને આપણ ને ગુમાવ્યા ના ગમ માં દુનિયા રોતી હોય.
રંગ ભૂમિ નો કલાકાર જે પાત્ર ભજવતો હોય તેમાં એટલો ઓતપ્રોત થઈ જાય કે તે પાત્ર જીવંત બની જાય. આપણે તો જીવંત વ્યક્તિ છે. કુદરતે પૃથ્વી ઉપર માનવ અવતાર આપી દિકરા - દીકરી, ભાઈ - બેન, માતા -પિતા, પુત્રવધુ, મિત્ર, પાડોસી અને અનેક કૌટુંબિક સબંધો ના પાત્ર ભજવવા મોકલ્યા છે. આવો આપણે દરેક પાત્ર ને પ્રમાણિકતા થી શ્રેષ્ઠ ન્યાય આપી એ. જેથી જીવન નો અંત શ્રેષ્ઠ બની રહે.
જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી

Gujarati Thought by Kalpesh Trivedi : 111536468
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now