Gujarati Quote in Religious by Priten K Shah

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કર્મ

આપણે જે કાઈ છીએ (અને નથી) ઍ આપણા કર્મોનુ જ ફળ છે.
ભારતે દુનિયાને હિંદુ, જૈન અને બૌદ્ધ આ ત્રણે ધર્મોની મહાન ભેટ આપી છે. આ ત્રણે ધર્મો આત્મા, મોક્ષ અને કર્મના સિદ્ધાંત ઉપર ખુબ ભાર મુકે છે.

જૈન ધર્મની સૌથી સૌથી મહત્વની માન્યતા ઍ છે કે દરેક આત્મા પરમાત્મા બની શકે છે. તેમા કોઈ *અવતાર* ની માન્યતા નથી. જગતનૌ નાનામાં નાનો જીવ પરમાત્મા બની શકે છે. દરેક જીવમા આત્મા રહેલો છે. આ આત્મા અનંત શક્તિશાળી, અવિનાશી , અમર છે. આ આત્માની શક્તિઓ આઠ પ્રકારના કર્મો (કે જેના 28 પ્રકારના પેટા કર્મો ) થી રૂંધાઈ જાય છે.
દરેક આત્મા દ્વારા કરવામા આવતિ ક્રિયા અને સૌથી મહત્વનુ , મનના ભાવો, રાગ અને દ્વેષને કારણે આત્મા કર્મો બાંધે છે. અને આ કર્મોના ફળ રુપે સુખ, દુખ, સફળતા, નિષ્ફળતા, રંગ, રુપ, અમીરી, ગરીબી , રોગ, આવડત , ગોત્ર, સ્ત્રી, પુરૂષ કયા પ્રાણી તરીકે અવતાર લેવો એમ દરેકે દરેક વસ્તુ આત્માએ બાંધેલા કર્મોને આધિન છે. જ્યા સુધી આ કર્મો આત્માને લાગેલા હોય ત્યા સુધી આત્મા 84 લાખ યોનિમાં ભટક્યા કરે છે. સારા કર્મો કરીને આત્મા જન્મ મરણ થી મુક્તિ મેળવી શકે છે અને અનંત સુખમય અવસ્થા પ્રાપ્ત કરી શકે છે જેને મોક્ષ કહે છે..
તો આ છે જૈનદર્શનની આત્મા, કર્મ અને મોક્ષ વિષેની માન્યતા...

Gujarati Religious by Priten K Shah : 111536007
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now