Gujarati Quote in Thought by Nayana Bambhaniya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે વિશ્વ આદિવાસી દિવસ

આપણે ભલે આદિવાસી સમુદાયમાંથી નથી પણ આપણે દેશના નાગરિક તરીકે, દેશના દરેક ધર્મ,જ્ઞાતિ, જાતિ અને દરેક સંપ્રદાયને આદર કરવો જોઈએ.. આદિવાસીઓ પણ પોતાની પરંપરા અને તેમની આગવી સંસ્કૃતિ સાચવીને બેઠા છે..! આમ દરેક સંસ્કૃતિ મળીને ભારત એક વૈવિધ્યતા ભર્યો દેશ બન્યો છે..! આમજ ભારતની અસ્મિતાની ગાથા દરેક ખંડમાં ગવાઈ છે. જો આપણે પશ્ચિમી સંસ્કૃતિના વેલેન્ટાઈન ડે જેવા ફાલતુ દિવસની ઉજવણી કરતા હોય તો ભારતીય સંસ્કૃતિમાની એક એટલે આદિવાસી સંસ્કૃતિનું સન્માન કરવામાં કઈ વાંધો નથી.. "મારા મતે ભારતીય સંસ્કૃતિ દેશનું આભૂષણ છે". અને એટલા માટે આપણો દેશ બીજા દેશો કરતા અલગ તરી આવે છે.. આદિવાસી લોકો સાથે આપણે ભાઈચારાની ભાવના રાખીએ.. અને દેશના દરકે ધર્મ અને સંપ્રદાય પોતાની આગવી પરંપરા અને સંસ્કૃતિ સાચવીને બેઠા છે તેને અપનાવી ન શકીએ તો કઈ નહિ પણ
તેનું અપમાન ન કરીએ.. !

વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ..!

Gujarati Thought by Nayana Bambhaniya : 111535813
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now