#કર્મ
આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને કૃષ્ણની જીવન કેવી રીતે જીવવું એ નાનપણથી જ શીખવવામાં આવ્યું છે "કર્મનો સિદ્ધાંત" એ કદાચ દરેકના ઘરમાં ગીતા સંદેશ તરીકે વોલપેપર પર લગાડવામાં આવતો કેટલું સુંદર વાક્ય છે કે તું બસ કર્મ કર ફળની આશા ન રાખ અને કર્મ કર્યા વગર કશું પ્રાપ્ત પણ નથી થવાનું નાનપણથી શીખવામાં આવેલા આ પ્રકારના ફળ ના સિદ્ધાંત ને અનુસરીને બસ આમ જ અડગ રહેવું છે કે હંમેશા સારું કર્મ કરવું કોઈ માટે થઈને નહીં પણ આપણા આત્માના સંતોષ માટે પણ સારું કર્મ કરવું કોઈને બતાવવા માટે પણ નહીં પણ આપણી ફરજ રૂપે કર્મ કરું જીવનના આ સિદ્ધાંતો આપણે આવનારી પેઢીને પણ આપશું...
🙏જય શ્રી કૃષ્ણ 🙏