તંત્ર શાસ્ત્ર ભાગ ૩...
ઔરા...આ જગતમાં દરેક વ્યક્તિ નો ઔરા હોય છે, જેની તુલના આપણે પ્રિઝમ સાથે કરી શકીએ છીએ.જ્ઞાની લોકો માત્ર વ્યક્તિ ની ઔરા જોઈને જ તેમની શારીરિક યાતનાઓ વિશે જાણી જતાં.દેવતા તથા ભગવાનના મસ્તિષ્ક ની આસપાસ જે ગોળાકારે ઉપસાવેલુ હોય છે તે ઔરા જ છે અને હવે તો એક પ્રકારના કેમેરા દ્વારા વ્યક્તિ નો ઔરા પણ કેદ કરી શકાય છે.માત્ર વ્યક્તિ જ નહીં પણ દરેક સજીવ નો પોતાનો ઔરા હોય છે.વિવિધ યોગાસન દ્વારા પોતાનો ઔરા સુધારી પણ શકાય છે.