નાના શાંતિદાદા ને શ્રધ્ધાંજલી
_____________________
હૈયા એ ઘણી નાં પાડી છતાં એ આંખો થી સરી જાય છે,
હથેળી એ જીલી લીધા છતાં એ શબ્દો બની વહી જાય છે,
હું પણ જાણું છું , જન્મ અને મરણ સનાતન સત્ય હકીકત છે,
પણ એમણે જીવન આખી કરેલા લાડ કોડ
અમારા હ્રુદય માં રહી જાય છે
જગત આખા ની ફરીયાદ મા - બાપ પાસે થઈ જાય છે,
પણ માં - બાપ ની ફરીયાદ તો ફક્ત નાના પાસે જ થાય છે,
હૈયું ભારે હોય તો હ્રુદય અમારૂ નાના નાં ખોળે સૂઈ જાય છે,
પણ હવે દોહિત્રી ક્યાં જાય? જ્યારે નાના સૂઈ જાય છે,
.શાંતિનાથ ની ઘણી કૃપા વાયા શાંતિદાદા
થઈ તે સદા અમારા સુધી પહોંચી જાય છે,
જીવન ની ગાડી જ્યારે ભાભણ થી સુરત થઈ,અનંત યાત્રા એ જાય છે,
તેમના આત્મા ને શાંતિ આપજો એવી પ્રાર્થના થઈ જાય છે.