#ઠઠ્ઠો
કહેવત છેકે એક મા સો શિક્ષક ની ગરજ ટાળે.
મા તરફથી મળેલું શિક્ષણ બાળક ને જિંદગીભર કોઈની પણ સામે કે કોઈની પણ ઠઠ્ઠા મશ્કરી કરાવતા બચાવે છે. નાનું બાળક શેરીમાં રમવા જાય અને ત્યાં તેને કોઈ પજવતું હોય તો બાળક સૌથી પહેલા આવીને તેની મા ને કહેશે .
મા પણ તેની વાત સાંભળી બાળકની જ ભાષામાં તે ઠઠ્ઠા નો પ્રતિકાર કેમ કરવો તે સમજાવે છે.
દોસ્તો ની મહેફિલ મા ઠઠ્ઠો ,મજાક, મશ્કરી નિદોઁષ હોયછે. ક્યારેક ઠઠ્ઠા થી હળવું વાતાવરણ ગંભીર સ્વરૂપ પણ પકડી લે છે. માટે જ ઠઠ્ઠો શબ્દ બદનામ છે.