#ઠઠ્ઠો
તે દિવસે કાર્તિક અને નાયરાના ઘરે કાર્તિકના બે મિત્રો પરિવાર સાથે જમવા આવવાના હતા એટલે નાયરા સવારથી જ રસોડા માં લાગેલી હતી. એક રૂમ રસોડામાં રહેતા કાર્તિકના ઘરે મહેમાન આવ્યા એટલે સ્વાભાવિક રીતે જ બધા બેઠકખંડ માં ગોઠવાયા. વાતો આગળ વધીને ધીરે ધીરે ઠઠ્ઠા મશ્કરીમાં ફેરવાઈ . ઠઠ્ઠા મશ્કરી પણ સામાન્ય જ હતી કંઈ જ અતિશ્યોક્તિ ન હતી પણ રસોડામાં રસોઈ કરતી નાયરાને કોણ જાણે એમ લાગ્યું કે પોતે રસોડામાં કામ કરે અને બધા બહાર ઠઠ્ઠા મશ્કરી કરે એ સારુ ન કહેવાય. પોતે કામવાળી થોડી છે? એમ મનોમન જ વિચારી લીધું અને કાર્તિક સાથે ઝઘડો કર્યો. આથી મહેમાનો પણ "ખોટા આવ્યા"એવા ભાવ સાથે ફોર્માલીટી ખાતર જમવાનું પતાવીને ચાલ્યા ગયા. અથથી ઇતિ સુધી આ તમાશો જોનાર નાયરાની નણંદ પોતે તો લગ્ન થયા ત્યારથી આવું જ જીવન જીવતી હતી. પણ પોતાના મનમાં ક્યારેય ફરિયાદ ન હતી. પણ હાટે ઝઘડા પણ ક્યાં હતા? એવું મનોમન વિચારી રહી.