સાહિલ આજે ઘણા સમય પછી સાપુતારા જઈ રહ્યો હતો પણ તેનાં ચહેરા પર ઉત્સાહ નહોતો,તે વર્ષો જૂની યાદ માં ખોવાયેલો હતો.
લગભગ પાંચેક વર્ષ અગાઉ સાહિલ નો જન્મદિવસ હતો.પાપા એ તેને એક ક્યુટ ડોગી ગિફ્ટ કર્યું.આ ડોગી ખરેખર ખુબ જ સુંદર હતું,સાહિલ નાં મિત્રો ને પણ ખૂબ ગમ્યું.ધીમે ધીમે તે ડોગી પણ પરિવાર નો હિસ્સો બની ગયું.
ફાઈનલ પરિક્ષાઓ આપ્યા બાદ ઉનાળા ની રજાઓ દરમિયાન સાહિલ તેના મિત્રો સાથે સાપુતારા જવાનો પ્લાન બનાવ્યો.પાપા પાસેથી તે અને ટોમી સાપુતારા જાય તે માટે પરમિશન લીધી.બીજા દિવસે વહેલી સવારે તે લોકો નીકળી પડ્યા. વાતાવરણ સાફ અને આહ્લાદક હતુ. વેન હવે ચડાણ વાળા રસ્તા પર જઈ રહી હતી,બધા મિત્રો અંતાક્ષરી રમી રહ્યા હતા અને મોટા અવાજે બુમો પાડી રહ્યા હતા,અચાનક વેન ચાલકે પોતાનો કંટ્રોલ ગુમાવ્યો!! વેન ખીણ તરફ જવા લાગી,ડ્રાઈવર એ ફટાફટ બધાને જીવ બચાવવા વેન માંથી કૂદી જવાનું કીધું અને પોતે પણ ફટાફટ કૂદી ગયો.
એક પછી એક બધા મિત્રો ફટાફટ બહાર આવી ગયા,વેન એકદમ ખીણ ની નજીક પહોંચી ગયું હતું.હવે વેન માં માત્ર સાહિલ અને ટોમી હતા.સાહિલને ટોમીએ જોર થી ધક્કો માર્યો અને સાહિલ વેન ની બહાર નીકળી ગયો ,આની સાથે જ વેન ખીણ માં પડી!!!
સાહિલ ટોમી ને જોઇ રહ્યો,ટોમી ની આંખ માં ડર નહોતો પણ પોતાના મિત્ર ને બચાવ્યા ની ખુમારી હતી,સાહિલ મોટા અવાજે ચીલ્લાઈ ઊઠ્યો ......ટોમી!!!!જવાબ માં માત્ર તેને પોતાના અવાજ નાં પડઘાં સાંભળાયા.........
અને આમ સાપુતારા ની ખીણમાં તેનો એક નાનકડો મિત્ર હંમેશા હંમેશા માટે સમાઇ ગયો,જેણે પોતાની મિત્રતા છેલ્લા શ્વાસ સુધી નિભાવી હતી.....