લખું શબ્દ એકને પુરી ગઝલ નીકળે,
કોરે વિચાર એક ને પુરી ફસલ નીકળે.
બાગમાં કે બગીચામાં ફોરમ તો ફોરમ,
ફૂલોને ખોળે બુંદ ઝાકળેય નીકળે.
ખોલું વર્ષોથી બંદ યાદોની પોટલી,
ચહેરા પર ચહેરા કંઇક ખીલેલા નીકળે.
તમે દરિયો ડહોળો,હું બુંદ બુંદને તપાસુ,
એમાંય વળી સરનામાં સપનાના નીકળે.
જીવશો તો ડુબાડી દેશે, ડુબશોતો તારી દેશે.
આ કોઈ ખેલ નથી એમાંય વિધિના વિધાન નીકળે.
માણસને ખોતરો પારણામાં કે પછી બારણામાં,
આખરે છબી તો માવતરની જ નીકળે.
-Krishna Solanki