સંકટ સમયે સાથ આપે છે મિત્ર.
ના કદીએ વેણને ઉથાપે છે મિત્ર.
ભાઈની ગરજ સારે સાથ આપી,
ને દુઃખ આપણનાં કાપે છે મિત્ર.
નથી રક્તનો સંબંધ તો શું થયું?
મુસીબતમાં રહે સંતાપે છે મિત્ર.
થાય છે કસોટી આફતકાળમાંને
ક્યાં કદીએ લૈ ગજ માપે છે મિત્ર!
હોય પારસ્પરિક સ્નેહનું બંધન,
સ્થાયી સ્થાન ઉરે સ્થાપે છે મિત્ર.
- ચૈતન્ય જોષી. ' દીપક' પોરબંદર.