સાહસ : કેમ ભૂલી જવાય છે 🤷♀
કેટલીક વાર ન વિચાર્યું હોય તે જ થાય છે,
મન ખૂબ જ બેચેન બની જાય છે,
#સંકટ સમયે જ મન વિચારો માં સપડાય છે,
સાહસ હોય કેટલુય પણ તે સમયે મન અટવાય છે,
રોજરોજ ના વિચારો માં મન અટવાય છે,
ખબર નહી એ વખતે જ મન નું સાહસ ક્યાં ખોવાઈ જાય છે?
વિચારોમાં જ મન ખોવાઈ જાય છે,
જે સાહસની શીખ બીજાને અપાય છે, તે જ સમય પડે આપણાથી ભુલાઈ જાય છે,
કેટલીક વાર કારણ ન હોવા છતાં પણ મન મુંજાય છે,
બધાં સાથે હોવા છતાં મન એકલું પડી જાય છે,
સાહસી તો બધાં હોય છે, પરંતુ ખબર નહી સમય આવે ત્યારે જ આ સાહસ કેમ ગાયબ થઇ જાય છે.
_Dhanni