તંત્ર શાસ્ત્ર...ભાગ ૧
તંત્ર શાસ્ત્ર નો મુખ્ય આધાર શિવ કહેવાયા છે.આજના સમાજ માં તંત્ર નો ઉપયોગ મુખ્યત્વે કોઈ કામ પાર પાડવા માટે કરાય છે.જેમા આધાર મુખ્યત્વે ઉડ્ડીશ તંત્ર નો સહારો લેવામાં આવે છે.ઉડ્ડીશ તંત્ર જે રાવણ સંહિતા ના ચાર ભાગમાં નો બીજો ભાગ છે.રાવણ સંહિતામાં રાવણ નુ જીવન, તંત્ર શાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર અને લશિવ આરાધના એમ કરીને પાંચ ભાગ છે.તમામ તાન્ત્રીક, મેલી વિદ્યા, ટોટકા શાસ્ત્ર વગેરે નુ નિરુપણ ઉડ્ડીશ તંત્ર મા આવેલ છે.
પણ આજની મોર્ડન જનરેશન ને આ બધું ઘેલછાપ લાગે છે તે બધું વિજ્ઞાન ની કસોટી માથી પાર કરી ને જ અમલ માં લે છે.જે લોકો આ શાસ્ત્ર ને અનુસરે છે તે પણ પરંપરાગત છે માટે તે પણ કંઈ જાણતા નથી.માત્ર એક દાખલો અહીં ટાંકવા માટે પુરતો છે.૧૯ મી સદીની આસપાસ એક વ્યક્તિ એમેઝોનના જંગલોમાં રિસર્ચ માટે ગયો હતો ત્યાં તેણે એક વિદ્યા કે કહો કે ટોટકા વિશે જાણ્યું જે હતી પેલી ઢિન્ગલી દ્વારા થતી વશીકરણ ની વિધી જે ખરેખર કામ કરતી હતી અને આજ પણ થાય છે.એ વ્યક્તિ એ બધું પોતાની નરી આંખે જોયું અને પોતાની ડાયરીમાં ટપકાવ્યુ......