વિશ્વાસ અને વૈષ્ણવી ધીરજ ભાઈના જોડિયા સંતાન હતા. કમ નસીબે ધીરજભાઈના પત્ની રમાબેનનું મૃત્યુ થઇ ગયું હતું. ઘરના કામ કાજ વ્યવહાર બધુજ વૈષ્ણવી સિખી ગઈ હતી અને સંભાળતી હતી. વૈષ્ણવીને આર્ટ એન્ડ ક્રાફટ નો ખૂબ જ શોખ હતો. ઘરમાં કોઈપણ વસ્તુ વેસ્ટ થવા નહિ દેવાની વૈષ્ણવીનો નિયમ હતો. હર વર્ષે વિશ્વાસ માટે વૈષ્ણવી અવનવી રાખડી જાતે બનાવતી હતી. આ વર્ષે રાખડીની થીમ કંઇક હટકે રાખવી હતી, એટલે વૈષ્ણવીએ બે પાતળા લંબગોળ બનાવી એમાં ચાર પક્ષી બનાવ્યા જેમાં એક પક્ષી અલગ હતું અને ત્રણ સાથે. હાથમાં બંધાઈ જાય એટલી નાની આવૃત્તિમાં વૈષ્ણવીએ ખુબજ આકર્ષક ચિત્ર કંડાર્યું હતું. રક્ષાબંધનનો દિવસ આવ્યો, ભાઈ તો તૈયાર જ હતો. જેવી વૈષ્ણવીએ રાખડી બાંધી પિતાએ ફોટોગ્રાફર તરીકે એકદમ ચપળતાથી ખુબજ સરસ ફોટોઝ લઈ લીધા. રાખડી જોતાજ વૈષ્ણવી, વિશ્વાસ અને ધીરજભાઈ રડવા માંડ્યો. બધાજ સમજી ગયા કે એ ચિત્રનું મર્મ શું હતું. ત્રણ પક્ષી આજે રોઈ રહ્યા હતા, અને એક પક્ષી ખૂબ જ દૂર ચાલ્યું ગયું હતું.
પરિવારનું સદસ્ય મૃત્યુ થયા બાદ દૂર તો થઇ જાય છે પણ એની યાદો ક્યારેય ભુલાતી નથી. એ આપણી અંદર હંમેશા જીવે છે.
આજે આપણે આપણા પરિવાર સાથે છીએ તો જીવી લઈએ, મજા માણી લઈએ. કાલે શું થશે કોને ખબર!
✍️ ચિરાગ વ્યાસ
(અંજાર - કરછ)