કર્મ ભગવદ્ ગીતાનો મુખ્ય સાર રહ્યો છે.
માણસ તેના નામથી ફક્ત ઓળખાય છે જ્યારે કર્મથી ઓળખાઇ જતાં હોય છે.
કર્મના રહ્યા બે પાસાં.
એક સારું કર્મ અને એક નિમ્ન અથવા દુષ્ટ કર્મ.
માણસની કર્મના આ બે પાસામાં જેની પસંદગી કરે છે તે મુજબ તેનાં વ્યકિતત્વ ની સાચી ઓળખ છતી થઇ જતી હોય છે.
ઈશ્વરનું ખુશી પૂર્વકનું સાનિધ્ય પામવા કર્મ ખુબજ અગત્યનો ભાગ ભજવી શકે છે.
જેને પોતાના સારા કર્મો થકી દરેક જીવને સુખ, શાંતિ કે સંતોષ આપવા પ્રયત્ન કર્યો છે કે પ્રયત્નશીલ રહ્યો છે.
આ સારાં કર્મથી ભલે કોઈ વિરોધી કે હિતશત્રુઓ ઇર્ષા થી દુઃખી રહે.
ઈશ્વર તેમજ જે જીવને શાંતિ મળી છે તેને મળેલો હાશકારો!
હૃદયને એક અલગ જ આનંદ અને તૃપ્તિ આપે છે.
આ આનંદ અને તૃપ્તિ જગતના દરેક સુખ વૈભવ કરતાં કંઈક અલગ જ અહેસાસ આપે છે.