મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો દોષારોપણ એ એક પ્રકારની બચાવ પ્રયુકતિ છે.જેમાં વ્યક્તિ પોતે કરેલા દોષનું આરોપણ અન્યો ઉપર કરે છે એને કારણે આ પ્રયુકતિને દોષારોપણ કહેવામાં આવે છે.જેમ કે આપણને ઓલી વાર્તા યાદ જ હશે કે શિયાળને દ્રાક્ષ ન મળતા એ દ્રાક્ષનો વાંક કાઢે છે કે આ દ્રાક્ષ ખાંટી છે.
એમ વ્યક્તિ પણ એવું જ કરે છે.પોતાનો બચાવ કરવા માટે પોતાના દોષનું આરોપણ બીજા વ્યક્તિ ઉપર કરે છે.આ સમય જતા આ એક પ્રકારની માનસિક બીમારી થઈ જાય છે.
#દોષારોપણ